Posts

Showing posts from August, 2025

ઉંબરો

Image
"જો ફોરમ હું તને પહેલાં જ કહી દઉં, બધા ભલે કહે કે આ મકાન મારું જ છે પણ આપણે બંને ભેગા થઈને આપણું પોતાનું ઘર બનાવીશું, જેને હું પોતાનું કહી શકું. આપણું ઘર એવું હશે કે જેમાં પગ મૂકતા વેંત જ દરેક દીવાલો આપણને બાથ ભીડી લેશે અને દરેક ખૂણામાં ફોરમ મહેકતી હશે. તને ચાલશે ને? "  " જો મીત હું તને પહેલાં જ ચોખવટ કરી દઉં. હું એવી છોકરી નથી કે જે તારી સાથે ઘર જોઈને લગ્ન કરે કે પછી જેની નજર તારી પ્રોપર્ટીમાં હોય. આપણે બંને ભણેલા છીએ, મહેનત કરીશું અને એક-એક તણખલાથી આપણો માળો બનાવીશું. બહુ બહુ તો શું થશે, થોડો મોડો બનશે એ જ ને !! પણ તું પ્લીઝ આજ પછી આવું દિલમાં કે મનમાં ન રાખતો. જ્યાં તું છે, એ જ મારું ઘર છે. "  "હાઈશ ફોરમ આ એક એવી જગ્યા છે, જેને હું પોતાનું કહી શકું." દોઢ વર્ષથી અમે અમારા ઘરને ફ્રોમ ધ સ્ક્રેચ બનતા જોયું. અમારું આ ઘર એટલે મારો લવ એટ ફર્સ્ટ સાઈટ. ઘણા લોકો કહેતા હોય કે, ઘર જોવામાં તો આખું વર્ષ નીકળી જાય પણ અમારા દિલમાં શરણમ પહેલી નજરે જ વાસી ગયું હતું અને પછી બીજા કોઈ પણ જોતા હતા તે દિલમાં નહોતું ઉતરતું.  ઘર બુક કરતી વખતે ઘણું બધું ગણિત બેસાડ્યું અને હજુ ...