પ્રકૃતિ સાથે ગુફ્તગુ

બ્લૉગના નામ પરથી તો તમને ખબર પડી જ ગઈ હશે કે આનો વિષય શું હશે !! પણ આ બ્લૉગ થોડો અલગ છે એ કઈ રીતે એ તો તમારે કહેવું પડશે !! અમારા વીકેન્ડના પ્લાન પહેલેથી ફિક્સ નથી હોતા, જ્યારે પણ જ્યાં જવાનું મન થાય કે તરત અમે ઝોલો લઈને નીકળી પડીએ. મને ડિસેમ્બર અને જાન્યુઆરી મહીનો બહુ ગમતો કેમ કે આ મહિનામાં સ્કૂલમાંથી પ્રવાસમાં જવા મળે. અમે બંનેએ સ્કૂલ છોડી એને તો વર્ષો થઈ ગયા પણ પિકનિક તો જઈ શકીએ ને ? વિચારમગ્ન થઈને મારી બુક વાંચતો મીત કબન પાર્ક એટલે બેંગ્લોરનું સૌથી મોટું જંગલ કે જ્યાં માણસો ઓછા અને ઘટાદાર વૃક્ષો વધારે છે. મારા પગની રિંગને નીરખી રહેલી હું. ગુજરાતી જ્યાં પણ જાય ત્યાં થેપલા હોય જ. અમારા લંચ બૉક્સમાં છે મેથીના થેપલા, કાકડી અને દહીં. આટલા ખુશ તો અમે કોઈ રેસ્ટોરાંમાં સેલ્ફી લઈએ ત્યારે પણ નહીં હોતા !! જગ્યા જગ્યાની વાત છે સાહેબ!! થેપલાના બિહાઇન્ડ ધ સીન: સવારે 6 વાગ્યે અડધી ઊંઘમાં લોટ બાંધ્યો. ડર એ જ હતો કે મીઠું મેં નાખ્યું હતું કે નહીં ! ! પણ નાખ્યું હતું ભાઈ..ભૂલી નહોતી ગઈ. લોકોને રોટલી ફુલાવતા પણ દમ નીકળી જાય છે ત્યારે મારા થેપલા ફૂલતા જોઈને ગર્વ અનુભવતી હું. મીત: ફોરમ તને દ...