કુદરતની કરિશ્મા: કોડાઈકેનાલ

"છું કુદરતનું સંતાન, કુદરતના ખોળે બેસી, કુદરત સંગે રમું છું" કોડાઈકેનાલ, તમિલનાડુનું સ્વર્ગ કે જ્યાં વાદળો આખો દિવસ તમારી સાથે વાતો કરતા રહે છે. એટલી નીરવ શાંતિ કે 5 કિમી દૂર કોઈ વાત કરતું હોય તે આપણને સીધું સંભળાય. આવી જગ્યાએ અમે ઉજવ્યા અમારા જન્મદિવસ!! કોડાઈકેનાલનો પ્લાન એકદમ 2 કલાકમાં બની ગયો હતો, મીતની બર્થડે+મારી બર્થડે+અમારી એનિવર્સરી બધું 5 દિવસમાં લાઈનમાં આવે છે. બર્થડેમાં અમને મોંઘા ચટક રેસ્ટોરાંમાં, ઈસ્ત્રી ટાઈટ કપડાં બેસીને, 2000 રૂપિયામાં 5 ચમચી પાસ્તા સાથે બિસલેરી વૉટર પીવામાં કોઈ રસ નહોતો. અમે તો રહ્યા ભોમિયા, વહેતી નદીમાં મોં ડૂબાડીને પાણી પીવાવાળા માણસો !! કોડાઈકેનાલ અમને અત્યાર સુધીનું સૌથી સુંદર હિલ સ્ટેશન લાગ્યું કેમ કે અમે પ્રોપર સિટીમાં રોકાયા નહોતા, આ લોકેશન 2 વર્ષ પહેલાં ગુજરાતમાં જેમ અમે ડેડિયાપાડામાં રોકાયા હતા તેવું જ હતું. સિટી લાઈફથી દૂર. કે જ્યાં સૌથી ઊંચા પર્વત પર એક નાનકડું ઘર હોય. આ ઘરની બારીમાંથી સૂર્ય દેખાય, જે વાદળ સાથે થપ્પો રમી રહ્યો હોય. અમને લાગે છે અમે 4 દિવસમાં આખા વર્ષનો ઓક્સિજન અમારા શ્વાસમાં ભરી લીધો. મારા પૂર્વ જર્નાલિસ્મના અનુભવથ...