ઘર : એક-એક તણખલાથી બનાવેલો માળો

આજે સવારે અલાર્મ વગર જ આંખ ખૂલી ગઈ કેમ કે આજે એક મિશન પર જવાનું હતું, છેલ્લા 5 મહિનાથી લાઈફ એકદમ મોનોટોનસ થઈ ગઈ હતી. આજે છેક મને થોડી ઘણી રાહત મળી છે અને એમાં પણ મેં એક જ દિવસમાં મિશન પૂરું કરી દીધું. મિશન હતું ઘરમાંથી વધારાની પસ્તી અને ભંગારને કાઢવાનું. અને કસમથી કહું છું, 7 પોટલાં ભરીને નીચે પાર્કિંગમાં મૂકીને મેં ઘરમાં પગ મૂક્યો ત્યારે મને જે આનંદ થયો હતો તે અવર્ણનીય છે. મારી મમ્મી મને હંમેશાં કહે કે, ફોરું ઘર જ આપણું મંદિર છે. જ્યાં અઘોચર હોય ને ત્યાં લક્ષ્મી ક્યારેય ના આવે. ઉકરડામાં તો પ્રાણીઓ પણ ના રહે તો આપણે તો માણસ છીએ!.'મોરના ઈંડા ચીતરવા ના પડે' એમ મારું પણ આવું જ કઈંક છે. મને એક વસ્તુ આમતેમ પડી હોય તો મજા ન આવે. છેલ્લા 5 મહિનાથી હું રોજ રાત્રે ભણતી હોવાથી હમણાં મેં ઘર સામે એટલું જોયું નહોતું. નોર્મલી લોકો વીકેન્ડના દિવસે આરામ કરે પણ મારુ ઊંધું છે હું વીકેન્ડના દિવસે હું 2 કલાક મસ્ત ઘર સાફ કરું, બેકગ્રાઉન્ડમાં નવરાત્રીના ગરબા વાગતા હોય કાં તો પછી રફી કે મુકેશ કુમારના ગીતો. રોજ સવારે યોગ કર્યા પછી મારું પહેલું કામ સાવરણી પકડવાનું હોય. મીત અને મારે ઘણી વાર બોલવાનું થ...