ન્યૂમોનિયા અને કોવિડ નેગેટિવ
'કાની...તારા પર રોટલી મૂકું તો મસ્ત દડા જેવી થઈ જાય' છેલ્લી 10 મિનિટથી પપ્પા મીઠાના અને સાદા પાણીના પોતા મૂકી રહ્યા હતા. હું ધગધગતા લાવા જેવી આંખો બંધ કરીને સૂતી હતી. ત્રણ દિવસથી તાવ આવ્યો સારું ના થયું..હોસ્પિટલ તો જવું પડશે. એટલી ભીડ હતી કે મારો નંબર પોણો કલાક પછી આવ્યો. ડોક્ટરે મારો હાથ પકડ્યો. ‘બેન, તમારી ઉંમરમાં જે ધબકારા હોવા જોઈએ એ છે નહીં. બે વખત ઓક્સિજન માપ્યું અને બંને વખત ઓછું આવ્યું.’ કોરોના ટેસ્ટ લઇ લીધો. એક્સ-રે કરાવવા ગયા ત્યારે હાથમાં પંક્ચર પડી ગયું હતું. હાથને કેવી રીતે ઢાંકું! બહાર વરસાદ પડતો હતો અને બીજો વરસાદ મારી આંખમાં. એક્સરેમાં કન્ફર્મ થઈ ગયું. ન્યૂમોનિયા. કોરોના રિપોર્ટ વ્હોટ્સએપ પર રાત્રે 4 વાગ્યે આવ્યો. NEGATIVE . પ્રોફેશનલિઝ્મ જેવું તો કઈ છે જ નહીં. વ્હોટ્સએપ નંબરને બદલે mail ID માગી શકતા હતા, પણ ના.. મમ્મી-પપ્પા અને ઈશિતાની શ્રદ્ધા ફળી. હું તો કોરોનાને હાથતાળી દઈને પાછી આવી છું પણ વહેમમાં તો બિલકુલ ના રહેવું કે મને તો કઈ જ નહીં થાય. રૂમ નંબર: 201. મારું ટેમ્પરરી ઘર. એકદમ શાંત રૂમ. કે જ્યાં મને મારા ધબકારા સંભળાતા હતા. બારણું ખૂલે એટલે. ઓ બાપ રે....